માનસી પારેખ અને રોનક કામદરા સ્ટારર ગુજરાતી ફિલ્મ "ઇટ્ટા કિટ્ટા" (Gujarati film Itta Kitta Trailer)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની વાર્તામાં પ્રેમ, હાસ્ય અને કૌટુંબિક બંધનોના સાર સાથે પડઘો પાડતી પરિસ્થિતિઓને વણી લેવામાં આવી છે.
ઇટ્ટા કિટ્ટાનું પોસ્ટર
કી હાઇલાઇટ્સ
- ગુજરાતી અનોખા વિષય સાથે વધુ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ
- માનસી અને રોનક સ્ટારર ઈટ્ટા કિટ્ટાનું ટ્રેલર થયું લોન્ચ
- ઇટ્ટા કિટ્ટા 19મી જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
માનસી પારેખ અને રોનક કામદરા સ્ટારર ગુજરાતી ફિલ્મ "ઇટ્ટા કિટ્ટા" (Gujarati film Itta Kitta Trailer)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ગુજરાતી ફિલ્મમાં એક અનોખી વાર્તા જોવા મળશે. બાળક દત્તક લેવાના વિષય પર આધારિત આ ફિલ્મ ફેમિલી ડ્રામા અને હાસ્યથી ભરપૂર તો છે જ સાથે સાથે લાગણીઓ અને પારિવારિક બંધનોની ઉજવણીનું અનોખું મિશ્રણ ફિલ્મના પ્રેક્ષકોને આકર્ષિત કરશે.



